VIDEO: રાજકોટમાં યુવાને મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા
રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી 'ધ સ્પાયર ટુ' નામની બિલ્ડિંગની એક ઓફિસમાં ચોંક
રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી 'ધ સ્પાયર ટુ' નામની બિલ્ડિંગની એક ઓફિસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા ભાગીદારને તેના પુરુષ ભાગીદાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ધંધામાં ધ્યાન આપવાનું કહેતા સર્જાયો વિવાદ
મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 36 વર્ષીય મહિલા ભાગીદારે આકાશવાણી ચોક ખાતે રહેતા તેના ભાગીદાર મૌલિક નાદપરા સામે ફરિયાદ નોંધાવી છે. શીતલ પાર્ક ખાતે આવેલી ઓફિસમાં મહિલાએ મૌલિક નાદપરાને ધંધાના કામકાજમાં યોગ્ય રીતે ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ વાતથી મૌલિક નાદપરા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને ઢોરમાર માર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે મૌલિક નાદપરા સામે Bnsની કલમ 115 (2) અને 351 (3) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી ફરાર, પોલીસની શોધખોળ શરૂ
યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર આરોપી મૌલિક નાદપરા હાલમાં ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે: આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીની સક્રિયપણે શોધખોળ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, CCTV ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.






