મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ઉધનામાં તપેલા ડાઈંગ મિલની જોહુકમી; ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડાતા નવી લાઈનની કામગીરી ઠપ્પ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા લોકો અને વેપારીઓ હા

તસવીર: gstv

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા લોકો અને વેપારીઓ હાલ કલરવાળા કેમિકલયુક્ત પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તપેલા ડાઈંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે.

નવી ડ્રેનેજ લાઈનનું કામ પડતું મૂકવું પડ્યું

આ વિસ્તારમાં હાલમાં જ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે, ડાઈંગ મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી નવી લાઈનોમાં પણ ભરાઈ જતા કામગીરી કરી રહેલા શ્રમિકો અને તંત્રને મુશ્કેલી પડી રહી છે, જેના કારણે હાલ આ કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી છે.

તંત્રની ઘોર બેદરકારી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આટલી ગંભીર સમસ્યા હોવા છતાં GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હજુ સુધી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર મિલો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

લોકોમાં ભારે રોષ

કેમિકલયુક્ત પાણી રોડ પર અને ડ્રેનેજમાં આવતા સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં અતિશય હાલાકી પડી રહી છે. પ્રદૂષણ ફેલાવતી અને નિયમોનું ઉલ્લંઘન કરતી તપેલા ડાઈંગ મિલો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો