મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Gir Somnath ના વલાદર ગામે દીપડાનો હિંસક હુમલો, 50 વર્ષીય મહિલાની છાતીમાં ગંભીર ઈજા

ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે કોડીનાર નજીક વલાદર ગામે સમી સ

ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે કોડીનાર નજીક વલાદર ગામે સમી સાંજે દીપડાએ એક મહિલા પર હિંસક હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે. 

વંડી ઠેકી દીપડાએ હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સમી સાંજે સાડા સાત વાગ્યા આસપાસ બની હતી. વલાદર ગામના રસીદાબેન નામના 50 વર્ષીય મહિલા પોતાના સંબંધીના ઘરેથી પોતાના ઘર તરફ જાહેર માર્ગ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો વંડી ઠેકીને આવ્યો અને રસીદાબેન પર હુમલો કર્યો. આ હુમલામાં  મહિલાની છાતીના ભાગે ગંભીર ઈજા થઈ છે.

સદનસીબે, નજીકમાં હાજર એક યુવકના જોરદાર દેકારા (બૂમો) ના કારણે દીપડો ગભરાઈને ભાગી ગયો હતો, જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

હોસ્પિટલમાં ખસેડાયા, ગ્રામજનોમાં રોષ

ઘાયલ રસીદાબેનને તાત્કાલિક સારવાર માટે કોડીનારની રાનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વલાદર સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાના હુમલાઓની વધતી સંખ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો છે.

ગ્રામજનોએ આ હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

આ સમાચાર શેર કરો