મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir Somnath/ લોકોના જીવ સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો, દવાઓ અને સાધનો જપ્ત

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા એક બોગસ

Gir Somnath/ લોકોના જીવ સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો, દવાઓ અને સાધનો જપ્ત

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા એક બોગસ ડૉક્ટર પર સકંજો કસવામાં આવ્યો છે. જિલ્લા SOG (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) એ ઊના તાલુકાના એક ગામમાંથી આ નકલી ડૉક્ટરની ધરપકડ કરી છે.

ક્લિનિક ચલાવી એલોપેથીની સારવાર

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊના તાલુકાના તડ ગામે લાંબા સમયથી એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહ્યો હતો અને એલોપેથિક દવાઓ આપીને ગામના લોકોની સારવાર કરતો હતો. પોલીસ ઊનાના  તડ ગામ ખાતેથી ઇકબાલ સુમરા. નામના વ્યક્તિને ઝડપી પડ્યો હતો. 

આ વ્યક્તિ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવીને લોકોની જિંદગી સાથે ચેડા કરતો હતો. ગીર સોમનાથ SOG ટીમને આ અંગે બાતમી મળતાં, તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો અને ઇકબાલ સુમરા નામના આ બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

દવાઓ અને સાધનો જપ્ત, ગુનો નોંધાયો

પોલીસે બોગસ ડૉક્ટરના ક્લિનિક પરથી એલોપેથિક દવાઓનો મોટો જથ્થો તેમજ મેડિકલ સારવારને લગતા તમામ સાધનો જપ્ત કર્યા છે. બોગસ ડૉક્ટર ઇકબાલ સુમરા વિરુદ્ધ નવાબંદર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બોગસ ડૉક્ટર અન્ય કયા વિસ્તારોમાં સક્રિય હતો અને કોની પાસેથી દવાઓ મેળવતો હતો, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો