VIDEO: આણંદ નગરપાલિકામાં સફાઈ કર્મચારીનો વીડિયો વાયરલ, આરોપ લગાવ્યો કે પગારમાં થાય છે કટકી
રાજ્યના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પ
રાજ્યના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પગારમાં કટકી અને કોન્ટ્રાક્ટના નામે થતા શોષણની ઘટના સામે આવી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે તેમને, પરંતુ આ માટે તેઓએ 100 રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરવો પડે છે.
આ ઉપરાંત ત્રણ મહિના સુધી પગાર નથી મળ્યો
આ ઉપરાંત ત્રણ મહિના સુધી પગાર નથી મળ્યો, અને સરકારી ધારાધોરણો મુજબનું ન્યૂનતમ વેતન પણ આપવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કામ કરતા આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરો અથવા સંબંધિત તત્વો દ્વારા પૈસા પડાવવાનું ષડયંત્ર રચાયું છે. જોકે જીએસટીવી આ વાઈરલ વીડીયોની પૃષ્ટિ નથી કરતું.






