VIDEO: અબડાસામાં વનવિભાગની 350 હેક્ટર જમીન પર ફરી વળ્યા ટ્રેક્ટર અને JCB, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના કચ્છમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. કચ્છના અબડાસામાં વનવિભાગની 35
ગુજરાતના કચ્છમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. કચ્છના અબડાસામાં વનવિભાગની 350 હેક્ટર જમીન પર ખેડૂતોએ દબાણ કર્યું હતું. ત્યારે વન વિભાગે પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણવાળી જગ્યાને મુક્ત કરી હતી.
કેટલાક લોકોએ વાવણી કરી દીધી હતી
સ્થળ પર પોલીસના ધાડે ધાડા ઉતર્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે વન વિભાગની આ જમીન પર કેટલાક લોકો દ્વારા વાવણી કરી દીધેલ હતી જેમાં 864 એકર જેટલો જમીન પર ગામ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યો હતો
પોલીસ કાફલો JCB, ટ્રેક્ટર લઈને પહોંચ્યો
મળતા અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો JCB, ટ્રેક્ટર લઈને પહોંચ્યો હતો. પોલીસના અંદાજીત 100 જેટલા જવાનો વચ્ચે વન વિભાગે JCB અને ટ્રેક્ટર વડે જગ્યાને દબાણ મુક્ત કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે ખેડૂતોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને ખેતર બનાવ્યા હતા.





