Kutch news: આદિપુરમાંથી પંજાબનો શખ્સ 17 લાખ ડ્રગ્સ સાથે ઝડપાયો, બે મહિનામાં કરોડોનું ડ્રગ્સ કચ્છમાંથી ઝડપાયું
ગુજરાતના પૂર્વ કચ્છમાંથી મોટા અહેવાલ સામે આવ્યો છે, આદિપુરમાંથી શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. પૂર્વ કચ્છના પે

ગુજરાતના પૂર્વ કચ્છમાંથી મોટા અહેવાલ સામે આવ્યો છે, આદિપુરમાંથી શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. પૂર્વ કચ્છના પેડલરોનો સીધું પંજાબ કનેક્શન સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે આદિપુર પોલીસે બાતમી મળી હતી કે એક શખ્સ ડ્રગ્સ લઈને રસ્તમાં આવી રહ્યો છે.
17 લાખના ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો
આધારે ગળપારદર થી અંજાર તરફ જતા રસ્તા પર પંજાબના શખ્સ બલદેવ સિંઘ ને ૧૫.૫૧ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બે મહિનામાં કુલ ૪થી વધુ પંજાબી શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ ડ્રગ્સની બજાર કિંમત 17 લાખ 60 હજાર હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ રાજ્યમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.
ગુજરાતમાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાંથી 1800 કરોડની કિંમતના 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાકિસ્તાનના ફીદા નામના ડ્ર્ગ્સ માફિયાનો જથ્થો તામિલનાડુના એક શખ્સને આપવામાં આવવાનો હતો.ભારતીય તપાસ એજન્સીને જોઇને પાકિસ્તાની બોટમાં રહેલા શખ્સ દરિયામાં ડ્રમ્સ નાખીને ભાગી ગયા હતા. તપાસ એજન્સીઓએ તપાસ કરતા તેમાંથી 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ગુજરાત ATSએ 2018થી 2025 સુધી આઠ વર્ષમાં 10 હજાર કરોડથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો છે






