Video/ વડોદરામાં ટેમ્પો ચાલકની આગ ઝરતી સવારી, રોડ પર સળિયા ઢસડાતા તણખા ઝર્યા
વડોદરા શહેરમાં એક ટેમ્પો ચાલકની બેફામ અને જોખમી સવારીનો વીડિયો સોશિયલ
વડોદરા શહેરમાં એક ટેમ્પો ચાલકની બેફામ અને જોખમી સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ચાલકે રોડ સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકીને લોખંડના લાંબા સળિયાને ટેમ્પોમાં એવી રીતે ભર્યા હતા કે સળિયા રોડ પર ઢસડાતા જતા હતા.
કારેલીબાગ નજીકનો વીડિયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કારેલીબાગ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ પાસે બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટેમ્પો ચાલક ભારે બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો છે. લોખંડના સળિયા ટેમ્પોના પાછળના ભાગમાંથી ઘણા બહાર નીકળી રહ્યા છે અને રોડ પર ઢસડાઈ રહ્યા છે. સળિયા રોડ પર ઘસવાના કારણે આગના તણખા નીકળી રહ્યા છે, જે અકસ્માતને નિમંત્રણ આપી રહ્યા હતા.
ગંભીર અકસ્માતનો ભય
સળિયા ટેમ્પોની પાછળ ખૂબ વધારે બહાર નીકળેલા હોવાથી, રસ્તા પર આવતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે તે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા હતા. આ પ્રકારનું જોખમી પરિવહન અન્ય કોઈ વ્યક્તિનો જીવ લઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે ટ્રાફિક અને પોલીસ વિભાગ દ્વારા આ જોખમી રીતે સળિયા લઈ જતા ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો રોકી શકાય.








