મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢની આ ગરબી છે કોમી એકતાનું પ્રતિક, હિંદુ-મુસ્લિમ બન્ને સમાજના લોકો ભેગા મળી કરે છે આયોજન

નવરાત્રી મહોત્સવ 2025ના બીજા નોરતે જુનાગઢ શહેરમાં ગરબાની રમઝટ જામી છે. કોમી એકતાના પ્

નવરાત્રી મહોત્સવ 2025ના બીજા નોરતે જુનાગઢ શહેરમાં ગરબાની રમઝટ જામી છે. કોમી એકતાના પ્રતિક રૂપ જૂનાગઢની નરસિંહ મહેતા ચોરાની ગરબીની બાળાઓએ ડાકલા સહિતના રાસ રમી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા..

નરસિંહ મહેતા ચોરા ગરબીમાં કોમી એકતાનું જીવંત રૂપ

જુનાગઢ શહેરમાં આવેલી વર્ષો જૂની નરસિંહ મહેતા ચોરા ગરબી કોમી એકતાનું પ્રતીક છે. આ ગરબીમાં હિંદુ-મુસ્લિમ બંને સમાજના આગેવાનો ટ્રસ્ટી તરીકે સાથે છે, જ્યારે બાળાઓ કોઈ ભેદભાવ વિના સાથે રમે છે. ગરબીની શરૂઆતમાં નજીકની દરગાહ પર ચાદર ચઢાવીને થાય છે, જે એકતાનો સંદેશ આપે છે.

70 વર્ષ જૂની પરંપરા

છેલ્લા 70 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આ ગરબીને જોવા જુનાગઢ શહેર અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.  ખાસ કરીને નવરાત્રીના અંતિમ દિવસોમાં ભારે ભીડ ઉમટે છે. મંડળ પાસે 80 પ્રકારના વિવિધ રાસ તૈયાર છે, જે દરરોજ સમયાનુસાર પ્રસ્તુત થાય છે.

મુસ્લિમ ગાયક અને 22 મુસ્લિમ બાળાઓ

આ વર્ષે ગરબીમાં એક મુસ્લિમ વડીલ ગાયક તરીકે સહયોગ આપી રહ્યા છે. સંચાલકો અનુસાર, 22 બાળાઓ મુસ્લિમ સમાજની છે. જે એકતાને વધુ મજબૂત બનાવે છે.

આ સમાચાર શેર કરો