મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નર્મદા કેનાલોમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા, ખેડૂતોમાં સિંચાઈનું પાણી નહીં મળવાની ભીતિ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલી અને ચિંતામાં મુકાયા છે. આ ત્રણેય તાલુકામાંથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળવાની ભીતિ સતાવી રહી છે.

કેનાલોમાં પાણી છોડાશે તો પણ ખેડૂતોને નહીં મળે. ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે કેનાલોની સફાઈના અભાવે જો તેમાં પાણી છોડવામાં આવશે તો, ઝાડી-ઝાંખરાને કારણે પાણીની ગતિ ધીમી પડી જશે. કેટલીક જગ્યાઓ પર આવેલી ધાળીયા કેનાલો (સબ કેનાલ)માં દિવસો સુધી પાણી પહોંચશે નહીં. પરિણામે, ખેડૂતો નર્મદા નિગમની બેદરકારીના કારણે સિંચાઈના પાણીથી વંચિત રહેશે અને તેમનો ઊભો મોલ સુકાઈ શકે છે.

સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, નર્મદા નિગમના અધિકારીઓ દર વર્ષે પાણી છોડવાના સમયે કેનાલોની સફાઈનું બહાનું ધરીને પાણી સમયસર છોડતા નથી. સમયસર પાણી ન મળવાને કારણે તેમનો પાક નિષ્ફળ જવાની સંભાવના છે.

ખેડૂતોની માંગ: સમયસર સફાઈ કરાવો

સ્થાનિક ખેડૂતો વિજયભાઈ ભીલ અને મુકેશભાઈ ભીલએ મીડિયા સમક્ષ તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ પાસે તાત્કાલિક ધોરણે કેનાલોની સફાઈ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે, જેથી સિંચાઈનું પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી શકે.

આ સમાચાર શેર કરો