મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ શહેરના વાવાઝોડા સમયના સાબરમતી રિવરફ્રન્ટના દૃશ્યો કેમેરામાં કેદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પટલો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પટલો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. ગત સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. 

અમદાવાદમાં ધોધમાર કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગત સાંજે અચાનક  અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

શહેરના અનેક વિસ્તારોમાં સાંજે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો 

શહેરના અનેક વિસ્તારોમાં સાંજે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો