VIDEO: હજુ તો ચોમાસુું આવ્યું નથી ને ભૂવા પડવાનું શરૂ, અમદાવાદના મકરબામાં ખાડામાં રીક્ષા ખાબકી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, કેટલાક સ્થળો પર માવઠાના અહેવાલ પણ છે. તો બીજી તરફ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, કેટલાક સ્થળો પર માવઠાના અહેવાલ પણ છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ લોકો કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા છે. ઉલ્લેખનીય છે કે હજુ ચોમાસું બેઠું નથી ત્યાં તો શહેરમાં ભૂવાનું ભૂત ધુણવા લાગ્યું છે. શહેરના મકરબા પોલીસ હેડક્વાર્ટર રસ્તા પર મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે.
આ ભૂવામાં રીક્ષા ખાબકી હતી
આ ભૂવામાં રીક્ષા ખાબકી હતી, જોકે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. AMC તંત્રએ ભૂવાને કોર્ડન કરીને બેરિકેટ મૂકવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ચોમાસા વગર ભૂવો પડ્યો છે તો ચોમાસામાં રસ્તાની શુ સ્થિતિ સર્જાશે? હાલ તો તંત્ર ભૂવાનું પુરાણ કરાવામં વ્યસ્ત છે!




