મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ સારથી હેલ્પલાઈન, વિષયોની સમસ્યા અને તણાવ અંગે થશે ચર્ચા

બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં

બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અનેક મુંઝવણ આવતી હોય છે. આ મુંઝવણ અને માનસિક પ્રેશર વિદ્યાર્થીઓ પર ન રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ દ્વારા સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જ નહીં ગુજરાતના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી આ હેલ્પલાઇન પર સંપર્ક કરીને પોતાની મુંઝવણ દૂર કરી શકે છે. આ હેલ્પલાઇન પર વિદ્યાર્થી પોતાના વિષયની સમસ્યા તેમજ માનસિક તણાવ અંગે પણ ચર્ચા કરી શકે છે.

 વોટસ એપ મેસેજ કરવાનો રહેશે

 હેલ્પલાઇન નંબર 9978272526 પર વોટસ એપ મેસેજ કરવાનો રહેશે અને ટીમ સારથી વિદ્યાર્થીઓનો સામેથી સંપર્ક કરશે. મહત્વનું છેકે, આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરેક વિષયના નિષ્ણાત સાથે 60 મનોચિકિત્સક ડોક્ટરોની ટીમ પણ કામગીરી કરશે. 

એક વર્ષમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપતો કોઈપણ વિદ્યાર્થી કોઈપણ રીતના મુંઝવણ ન અનુભવે તે માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો