UPSC NDA-NA I Exam 2026 માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, જાણો કોણ ભરી શકે છે ફોર્મ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC NDA અને NA I પરીક્ષા 2026 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in ની મુલાકાત લઈને પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરી લેવી જોઈએ. ચાલો તમને ફોર્મ ભરવાની લાયકાત વિશે જણાવી દઈએ.
અરજી કરવાની લાયકાત
નેશનલ ડિફેન્સ એકેડેમીની આર્મી વિંગ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10+2 પેટર્ન હેઠળ 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
નેશનલ ડિફેન્સ એકેડેમીની એરફોર્સ અને નેવલ વિંગ્સ અને ઈન્ડિયન નેવલ એકેડેમીમાં 10+2 કેડેટ એન્ટ્રી સ્કીમ માટે શાળા શિક્ષણના 10+2 પેટર્ન હેઠળ ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે 12મું ધોરણ પાસ કરેલું હોય અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ચેક કરી શકે છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા UPSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ હોમપેજ પર UPSC NDA & NA I પરીક્ષા 2026 લિંક પર ક્લિક કરો
- હવે એક અલગ વિન્ડો ખુલશે, જ્યાં UPSC NDA & NA I પરીક્ષા 2026 - અરજી લિંક પર ક્લિક કરો.
- આ પછી રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મ ભર્યા પછી તેને સબમિટ કરો.
- છેલ્લે ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
ખાલી જગ્યાઓ
આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 394 જગ્યાઓ ભરવામાં આવશે.
- નેશનલ ડિફેન્સ એકેડેમી (આર્મી, એરફોર્સ, નેવી) માટે 370 જગ્યાઓ
- નેવલ એકેડેમી (10+2 કેડેટ પ્રવેશ યોજના) માટે 24 જગ્યાઓ

