UPSCમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, અહીં જાણો લાયકાત અને વય મર્યાદાની વિગતો

સોર્સ : gstv
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ જુનિયર ટેકનિકલ ઓફિસર, લો ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2ની જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જો તમે પણ UPSC દ્વારા આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોવ, તો તમે UPSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અને 16 ઓક્ટોબર, 2026 સુધીમાં અરજી કરી શકો છો.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 30, 33, 38 અને 40 વર્ષ છે, જે પદના આધારે બદલાય છે. જોકે, અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં ખાસ છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી અને અન્ય જરૂરી લાયકાત હોવી આવશ્યક છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ, upsconline.nic.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર રજીસ્ટ્રેશન વિભાગ પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરવા માટે બધી જરૂરી વિગતો દાખલ કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફોર્મ ભર્યા પછી અરજી ફી ચૂકવો.
- છેલ્લે, ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મ માટે પ્રિન્ટ કાઢી લો.

