સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, આ તારીખ સુધીમાં ભરી લો ફોર્મ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારો કોઈ કારણોસર સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો માટે અરજી નહતા કરી શક્યા. તેઓ SBIની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને આ પદો માટે અરજી કરી શકે છે. સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2026 છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ચોક્કસ વર્ષોનો કાર્ય અનુભવ હોવો આવશ્યક છે.
ઉમેદવારોની ઉંમર 31 ઓગસ્ટ, 2026થી ગણવામાં આવશે. ઉમેદવારો માટે લઘુત્તમ ઉંમર પદના આધારે 23, 26, 28 અને 35 વર્ષ છે. ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 35, 40, 42 અને 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારોને પણ ખાસ ઉંમરમાં છૂટછાટ મળશે.
પસંદગી કેવી રીતે કરવામાં આવશે?
ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત, ટેલિફોનિક અને વીડિયો ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુ કુલ 100 માર્ક્સ માટે લેવામાં આવશે.
અરજી ફી
સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી પણ ચૂકવવાની રહેશે. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા છે. SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ sbi.bank.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન વિભાગ પર ક્લિક કરો.
- ત્યારબાદ, બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- ફોર્મ ભર્યા પછી, જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- આ પછી અરજી ફી ચૂકવો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

