MBA કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, NTAએ CMAT 2027નું શેડ્યૂલ જાહેર કર્યું

મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે NTA એ કોમન મેનેજમેન્ટ ટેસ્ટ (CMAT) 2027 માટે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. 2027-28 સેશન માટે AICTE-સંલગ્ન અને અન્ય ભાગ લેતી સંસ્થાઓમાં મેનેજમેન્ટ અકોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 નવેમ્બર, 2026ના રોજ શરૂ થઈ હતી.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 20 ડિસેમ્બર, 2026 સુધી રાત્રે 11:30 વાગ્યા સુધી કોઈપણ લેટ ફી વગર સત્તાવાર વેબસાઈટ પર તેમના ફોર્મ સબમિટ કરી શકે છે. નિયમિત અરજી ફી સબમિટ કરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર, 2026 છે. અંતિમ તારીખ પછી, ઉમેદવારોને 500 રૂપિયાની લેટ ફી સાથે તેમના અરજી ફોર્મ સબમિટ કરવાની તક આપવામાં આવશે.
CMAT 2027નું સંપૂર્ણ શેડ્યૂલ
- ઓનલાઈન અરજી તારીખો - 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2026
- અરજી ફી ભરવાની છેલ્લી તારીખ - 21 ડિસેમ્બર, 2026 (રાત્રે 11:50 વાગ્યા સુધી)
- લેટ ફી સાથે અરજીઓ - 22થી 25 ડિસેમ્બર, 2026
- કરેકશન વિન્ડો - 26થી 28 ડિસેમ્બર, 2026
- સિટી સ્લિપ - 21 જાન્યુઆરી, 2027
- એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ - 4 ફેબ્રુઆરી, 2027
- CMAT 2027 પરીક્ષા તારીખ - 11 ફેબ્રુઆરી, 2027
- પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન વિન્ડો - 19થી 21 ફેબ્રુઆરી, 2027
- પરિણામ જાહેર થવાની તારીખ - ૨૫ ફેબ્રુઆરી, 2027
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, જેમના પરિણામો 2027 પ્રવેશ શરૂ થાય તે પહેલાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માટે કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી. વધુમાં, જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ 2,500 રૂપિયા, જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોએ 1,250 રૂપિયા અને જનરલ EWS, OBC, NCL, SC, ST, PWD, PWBDના ઉમેદવારોએ 1,250 રૂપિયા ફી જમા કરાવવી પડશે.
પેટર્ન અને માર્કિંગ સ્કીમ
CMAT 2027 પરીક્ષા 3 કલાકની રહેશે અને પ્રશ્નપત્ર ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેશે. પરીક્ષાનો સમય, શિફ્ટ અને કેન્દ્રની વિગતો એડમિટ કાર્ડમાં આપવામાં આવશે. પેપરમાં 400 માર્ક્સ ધરાવતા 100 MCQ હશે. પ્રશ્નપત્રમાં પાંચ વિભાગો હશે, માત્રાત્મક તકનીકો અને ડેટા અર્થઘટન, તાર્કિક તર્ક, ભાષા સમજણ, સામાન્ય જાગૃતિ અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતા. દરેક વિભાગમાં 80 માર્ક્સના 20 પ્રશ્નો હશે. દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ આપવામાં આવશે, જ્યારે દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે.
CMAT 2027 માટે અરજી પ્રક્રિયા
- સૌથી પહેલા સત્તાવાર NTA CMAT વેબસાઈટની મુલાકાત લો.
- હોમ પેજ પર CMAT 2027 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- નામ અને સંપર્ક વિગતો જેવી મૂળભૂત માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
- રજીસ્ટ્રેશન પછી લોગ ઈન કરો અને અરજી ફોર્મ ભરો.
- તમારો ફોટો, સાઈન અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમારી કેટેગરી અનુસાર અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કાઢી લો.








