Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How to prepare for JEE Mains 2026 at the last minute

JEE Mains 2026 / છેલ્લી ઘડીએ કેવી રીતે કરવી પરીક્ષાની તૈયારી? સારો સ્કોર મેળવવા ફોલો કરો આ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
JEE Mains 2026 / છેલ્લી ઘડીએ કેવી રીતે કરવી પરીક્ષાની તૈયારી? સારો સ્કોર મેળવવા ફોલો કરો આ ટિપ્સ
સોર્સ : GSTV

JEE Mains 2026 સેશન 1 પરીક્ષા માટે ખૂબ ઓછો સમય બાકી છે. જો તમે JEE Mainસ 2026 જાન્યુઆરી સેશન માટે અરજી કરી છે અને તેમાં હાજર રહેવાના છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થશે. ઉમેદવારો પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હશે. આ અંતિમ દિવસોમાં પણ તમે જે કરો છો તે તમારા સ્કોર પર અસર કરી શકે છે. આ સમાચાર દ્વારા અમે છેલ્લી ઘડીની તૈયારીની ટિપ્સ આપીશું જે ખૂબ મદદરૂપ થઈ શકે છે.

App Store

રિવિઝન પર ધ્યાન કેન્દ્રિત કરો

તૈયારી માટે ખૂબ ઓછો સમય બાકી હોવાથી ઉમેદવારોએ બધા વિષયોના રિવિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખાસ કરીને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના જરૂરી ફોર્મ્યુલા અને પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનીક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સૌથી મહત્ત્વપૂર્ણ વિષયોને પ્રાથમિકતા આપો.

મોક ટેસ્ટ આપો

છેલ્લી ઘડીની તૈયારીમાં મોક ટેસ્ટ આપવાની શરૂ કરો. દરરોજ ઓછામાં ઓછી એક મોક ટેસ્ટ આપો. તમારા પરીક્ષાના વાતાવરણને સુધારવા અને તમારી ટાઈમ મેનેજમેન્ટ સ્કિલને સુધારવા માટે નિયમિતપણે ફૂલ-લેંથ મોક ટેસ્ટ આપો. આ સાથે જ તમારા પ્રદર્શનનું વિશ્લેષણ કરો.

મોક ટેસ્ટ અને પાછલા વર્ષના પેપર માટે સમય નક્કી કરો

ઉમેદવારોએ સમય સેટ કરીને સતત મોક ટેસ્ટ અને પાછલા વર્ષના પેપર આપવા જોઈએ. આ તમારા પરીક્ષાના ટાઈમ મેનેજમેન્ટમાં સુધારો કરશે. દરેક વિભાગ માટે સમય નક્કી કરો.

હાઈ સ્કોરિંગ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો

પરીક્ષા ગમે તે હોય, સખત મહેનત સાથે વ્યૂહરચના પણ તમારા પ્રદર્શન પર અસર કરી શકે છે. તેથી, એવા વિષયો પસંદ કરો જે ઓછા જટિલ હોય અને તેમાં વધુ સ્કોર મેળવવાની સંભાવના હોય.

ટાઈમ મેનેજમેન્ટ

તમારી તૈયારીની સાથે ટાઈમ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપો. સમય સમય પર બ્રેક લેવાનું ભૂલશો નહીં. એક એવું શેડ્યૂલ બનાવો જેમાં બ્રેકનો સમાવેશ થાય છે જેથી તમે યોગ્ય આરામ મેળવી શકો. મુશ્કેલ પ્રશ્નો પર વધુ સમય બગાડવાનું ટાળો, શક્ય તેટલા સરળ પ્રશ્નો સોલ્વ કરો.

નોટ્સ સાથે તૈયારી કરો

હવે પાઠ્યપુસ્તકોથી દૂર જવાનો અને તમારી પોતાની શોર્ટ નોટ્સ બનાવવાનો અને તેમાંથી અભ્યાસ કરવાનો સમય છે. આ નોટ્સમાં તમને યાદ રહે તેવી રીતે જરૂરી કોન્સેપ્ટને ટૂંકમાં લખો અને તેમાંથી અભ્યાસ કરો.