EXAM / IIM CAT માટે જાહેર કરાયું એડમિટ કાર્ડ, આ રીતે કરી શકો છો ડાઉનલોડ

જે ઉમેદવારોએ IIM CAT 2025 પરીક્ષા માટે અરજી કરી હતી અને તેમાં સામેલ થવાના છે તેમના માટે મોટા સમાચાર છે. CAT 2025 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ કરવામાં આવી છે. પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ, iimcat.ac.in ની મુલાકાત લઈને તેમનું એડમિટ કાર્ડ ચેક અને ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોએ તેમના ક્રેડેન્શીયલ્સ (યુઝર આઈડી અને પાસવર્ડ) નો ઉપયોગ કરવો આવશ્યક છે. ચાલો તમને જણાવીએ તમે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- આ પછી હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
- હવે તેમાં જરૂરી વિગતો ભરો.
- આ પછી એડમિટ કાર્ડ ખુલશે.
- હવે તમારું એડમિટ કાર્ડ ચેક કરીને અને ડાઉનલોડ કરી લો.
- છેલ્લે તેની પ્રિન્ટ પણ કઢાવી લો.
નોંધનીય છે કે CAT 2025 દેશભરમાં 30 નવેમ્બરે યોજાશે. આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે. CAT પરીક્ષા લગભગ 170 શહેરોના પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. તમને જણાવીએ દઈએ કે પહેલા 5 નવેમ્બરે એડમિટ કાર્ડ જાહેર થવાના હતા, પરંતુ બાદમાં તારીખ બદલીને 12 નવેમ્બર કરવામાં આવી હતી. આ અંગેની માહિતી સત્તાવાર વેબસાઈટ પર શેર કરવામાં આવી હતી. પરીક્ષા સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ચેક કરી શકે છે.

