BANK JOB / પંજાબ નેશનલ બેંકે LBOની જગ્યા માટે જાહેર કરી ભરતી, જાણો કેટલી છે વેકેન્સી

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. પંજાબ નેશનલ બેંકે લોકલ બેંક ઓફિસર (LBO) ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેમના અરજી ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરવી જોઈએ. આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 750 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ભારત સરકાર અથવા તેની નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત/મંજૂર યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉમેદવારો પાસે રજીસ્ટ્રેશનના દિવસે માન્ય ગ્રેજ્યુએશન માર્કશીટ/ડિગ્રી સર્ટીફીકેટ હોવું જોઈએ.
અરજી કરવા માટેની વય મર્યાદા 20થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંબંધિત વિષય પર વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ, હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
- આ પછી એક અલગ વિન્ડો ખુલશે.
- અહીં પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરો.
- આ પછી અરજી ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
- હવે અરજી ફી ભરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અરજી ફી
અરજી કરવા માટે SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 59 રૂપિયા છે. જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 1,180 રૂપિયા છે.

