JOB / NABARDમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો દરેક વિગત

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ 4 નવેમ્બર, 2025ના રોજ ગ્રેડ 'A' ભરતી 2025 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં વિવિધ શાખાઓમાં કુલ 91 આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 નવેમ્બર, 2025 સુધી NABARDની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ મેનેજર (RDBS): ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. SC/ST/PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે. માસ્ટર ડિગ્રી, CA/CS/ICAI ડિગ્રી, અથવા મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ માન્યું રહેશે.
આસિસ્ટન્ટ મેનેજર(કાનૂની સેવાઓ): ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી (LLB) હોવી આવશ્યક છે. SC/ST/PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે.
આસિસ્ટન્ટ મેનેજર (પ્રોટોકોલ અને સુરક્ષા સેવા): ઉમેદવારો આર્મી, નેવી અથવા એરફોર્સમાં ઓછામાં ઓછા 5 વર્ષ કમિશન્ડ સર્વિસ ધરાવતા અધિકારી હોવા જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
ઉમેદવારોએ આ ભરતી માટે બિન-રિફંડપાત્ર અરજી ફી ચૂકવવાની રહેશે. વિવિધ કેટેગરી માટેની ફી અલગ-અલગ છે. SC/ST/PwBD ઉમેદવારો માટે, અરજી ફી 150 રૂપિયા છે. અન્ય તમામ ઉમેદવારો માટે, અરજી ફી 850 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા
પ્રારંભિક પરીક્ષા: 200 માર્ક્સની ઓનલાઈન ઓબ્જેક્ટિવ સ્ક્રીનીંગ ટેસ્ટ લેવાશે. મુખ્ય પરીક્ષા માટે પસંદગી ક્વોલિફાઈંગ વિભાગમાં મેળવેલા સ્કોર્સના આધારે થશે.
મુખ્ય પરીક્ષા: આ પણ ઓનલાઈન પરીક્ષા હશે અને તેમાં ઓબ્જેક્ટિવ અને વર્ણનાત્મક પ્રશ્નોનો સમાવેશ થાય છે જે સામાન્ય અંગ્રેજી અને વિષય-વિશિષ્ટ જ્ઞાનની ચકાસણી કરે છે.
સાયકોમેટ્રિક ટેસ્ટ: આ એક ફરજિયાત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે અને ઇન્ટરવ્યુમાં આગળ વધવા માટે પાસ કરવી આવશ્યક છે. અંતિમ તબક્કો ઇન્ટરવ્યુ છે, જે કુલ 50 માર્ક્સહું હશે.

