Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : RRB recruitment 2025 on more than 2 thousand posts

Railway Job / રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 2 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી; અહીં જાણો વિગતો

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Railway Job / રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 2 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી; અહીં જાણો વિગતો
સોર્સ : GSTV

જો તમે એન્જિનિયરિંગ અથવા સંબંધિત ટેકનિકલ ક્ષેત્રમાં છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડે જુનિયર એન્જિનિયર (JE) અને અન્ય ટેકનિકલ જગ્યાઓ માટે 2,569 ખાલી જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન (CEN 05/2025) બહાર પાડ્યું છે. ભારતીય રેલ્વેમાં કારકિર્દી બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.

App Store

રેલ્વેમાં સરકારી નોકરીઓ માટે વય મર્યાદા 18થી 33 વર્ષ છે. જુનિયર એન્જિનિયર પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 35,400 રૂપિયાનો પ્રારંભિક પગાર અને લેવલ 6 હેઠળ અન્ય ભથ્થાં મળશે. આ ભરતી જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS), અને કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) જેવા મુખ્ય ટેકનિકલ પદો માટે છે. તમે રેલ્વે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ, rrbapply.gov.in પર સરકારી નોકરી સાથે જોડાયેલ અપડેટ્સ ચેક કરી શકો છો.

મહત્ત્વપૂર્ણ તારીખો

રેલ્વેમાં સરકારી નોકરી માટે અરજી કરતી વખતે, બધી મહત્વપૂર્ણ તારીખો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 31 ઓક્ટોબર, 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 નવેમ્બર, 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
  • ફી  ચુકવવાની છેલ્લી તારીખ: 2 ડિસેમ્બર, 2025
  • ફોર્મ કરેકશન વિન્ડો: 3 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર, 2025

શૈક્ષણિક લાયકાત

  • જુનિયર એન્જિનિયર (JE) - સંબંધિત એન્જિનિયરિંગ શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા B.E./B.Tech ડિગ્રી.
  • ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS) - કોઈપણ એન્જિનિયરિંગ શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા.
  • કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) - ફિઝીક્સ અને કેમેસ્ટ્રી સાથે B.Sc. ડિગ્રી.

પસંદગી પ્રક્રિયા

રેલ્વેમાં ભરતી માટેની પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે. આ તબક્કામાં ઉમેદવારોના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવશે.

  • તબક્કો 1 - કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT-1): આ સ્ક્રીનીંગ ટેસ્ટ છે.
  • તબક્કો 2 - કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT-2): આ મુખ્ય પરીક્ષા છે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV): સફળ ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી.
  • મેડિકલ એક્ઝામિનેશન (ME): શારીરિક તંદુરસ્તીનું મૂલ્યાંકન.

અરજી ફી

  • જનરલ/OBC/EWS કેટેગરી: 500 રૂપિયા (જો તમે CBT-1 માં હાજર રહેશો તો 400  રૂપિયા પરત કરવામાં આવશે).
  • SC/ST/સ્ત્રી/PwBD/લઘુમતી/EBC: 250  રૂપિયા (જો તમે CBT-1માં હાજર રહેશો તો સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે).