Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : SBI recruitment 2025 for 103 specialist officer

BANK JOB / SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર નીકળી ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
BANK JOB / SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર નીકળી ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી
સોર્સ : GSTV

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 103 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ, sbi.bank.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે, અરજી કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.

App Store

ખાલી જગ્યાની વિગતો

  • હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને રિસર્ચ): 1 જગ્યા
  • ઝોનલ હેડ (રિટેલ): 4 જગ્યાઓ
  • રીજનલ હેડ: 7 જગ્યાઓ
  • રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ: 19 જગ્યાઓ
  • ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ (IS): 22 જગ્યાઓ
  • ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (10): 46 જગ્યાઓ
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ): 2 જગ્યાઓ
  • સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ): 2 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને રિસર્ચ): માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી. CA, CFP, CFA, NISM રોકાણ સલાહકાર, અથવા સંશોધન વિશ્લેષક સર્ટીફીકેટ ધારકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

ઝોનલ હેડ/રિજનલ હેડ/રિલેશનશિપ મેનેજર: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી.

ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને ઓફિસર: ફાઇનાન્સ, કોમર્સ, બિઝનેસ મેનેજમેન્ટ, એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બેંકિંગ, વીમા, અથવા મૂડી બજારો અથવા CA/CFAIમાં પીજી ડિગ્રી/ડિપ્લોમા.

પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ): MBA અથવા PGDMI.

સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ): કોમર્સ, ફાઇનાન્સ, ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ, મેથ્સ અથવા સ્ટેટેસ્ટીક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી.

વય મર્યાદા

  • હેડ/ઝોનલ હેડ/રિજનલ હેડ: 35થી 50 વર્ષ
  • રિલેશનશિપ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ: 28થી 42 વર્ષ
  • ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર: 28થી 40 વર્ષ
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર: 30થી 40 વર્ષ
  • સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ): 25થી 35 વર્ષ

અરજી ફી

  • જનરલ, EWS, OBC કેટેગરી: 750 રૂપિયા
  • SC, ST, PWBD કેટેગરી: કોઈ ફી નથી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ (100 માર્ક્સ) ના આધારે કરવામાં આવશે. લાયક ઉમેદવારોને વ્યક્તિગત, ટેલિફોનિક અથવા વિવીડિયો ઇન્ટરવ્યુ માટે બોલાવી શકાય છે. ઇન્ટરવ્યુના સ્કોર્સના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો ટાઈ થાય, તો ઉંમરને પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • SBIની સત્તાવાર વેબસાઈટ, sbi.bank.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર 'કારકિર્દી' વિભાગ પર જાઓ.
  • નવા પેજ પર "SCO ભરતી 2025" લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ સબમિટ કરો.
  • અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.