Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Railways has announced a bumper vacancy for 12th pass

JOB / રેલ્વેમાં 12 પાસ ઉમેદવારો માટે નીકળી બમ્પર નોકરી, અહીં જાણો પસંદગી પ્રક્રિયા

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
JOB / રેલ્વેમાં 12 પાસ ઉમેદવારો માટે નીકળી બમ્પર નોકરી, અહીં જાણો પસંદગી પ્રક્રિયા
સોર્સ : GSTV

રેલ્વે ભરતી બોર્ડે UG લેવલ પર નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી માટે 3050 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયામાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (CC/TC), એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્ક (TC) સહિત વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.

App Store

રસ ધરાવતા ઉમેદવારો 28 ઓક્ટોબર, 2025થી આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ - rrbapply.gov.in ની મુલાકાત લેવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 27 નવેમ્બર, 2025 છે.

વય મર્યાદા

આ ભરતી પ્રક્રિયા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી, ૨૦૨૬થી કરવામાં આવશે. જોકે, SC/ST કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે, અને OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક અને ટ્રેન ક્લાર્ક: આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. જોકે, SC/ST અને દિવ્યાંગ ઉમેદવારોએ માત્ર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. 50% માર્ક્સની જરૂરિયાત તેમને લાગુ નહીં પડે.

એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: ઉમેદવારોએ 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. વધુમાં, અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટની કમ્પ્યુટર સ્પિડ ફરજિયાત છે. જોકે, SC/ST અને દિવ્યાંગ ઉમેદવારોએ માત્ર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. 50% માર્ક્સની જરૂરિયાત તેમને લાગુ નહીં પડે.

જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: આ પદ માટે, ઉમેદવારોએ 50% ગુણ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. વધુમાં, અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટની કમ્પ્યુટર સ્પિડ ફરજિયાત છે. જોકે, SC/ST અને દિવ્યાંગ ઉમેદવારોએ ફક્ત ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. 50% માર્ક્સની જરૂરિયાત તેમને લાગુ નહીં પડે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયામાં બધા પદો માટે બે તબક્કાની પરીક્ષા લેવામાં આવશે, જેમાં CBT 1 અને CBT 2નો સમાવેશ થાય છે. એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ ટાઈપિંગ ટેસ્ટ પણ આપવી પડશે.

CBTમાં દરેક ખોટા જવાબ માટે એક તૃતીયાંશ માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ થશે. CBTના બીજા તબક્કા પછી, ઉમેદવારોને RRB દ્વારા ખાલી જગ્યાઓની સંખ્યાના 15 ગણા દરે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.