Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Follow these 5 tips if you want to Score High in JEE Main

Exam Preparation Tips / JEE મેઈન્સમાં હાઈ સ્કોર મેળવવા માંગો છો? તો ઉપયોગી થશે આ 5 ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Exam Preparation Tips / JEE મેઈન્સમાં હાઈ સ્કોર મેળવવા માંગો છો? તો ઉપયોગી થશે આ 5 ટિપ્સ
સોર્સ : GSTV

દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે એન્જિનિયરિંગ કરવા માટે JEE મેઈન્સ પરીક્ષા આપે છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ યોગ્ય આયોજનના અભાવે JEE મેઈન્સ પરીક્ષામાં સારો સ્કોર નથી મેળવી શકતા. નિષ્ણાતોના મતે, સ્માર્ટ પ્લાનિંગ અને યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને, વિદ્યાર્થીઓ ત્રણ મહિનામાં તેમની તૈયારીને મજબૂત બનાવી શકે છે. ચાલો તે 5 ટિપ્સ વિશે જાણીએ જે તમને હાઈ સ્કોર મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

App Store

યોગ્ય મેન્ટર પસંદ કરો

JEEની તૈયારી ફક્ત પુસ્તકો સુધી મર્યાદિત નથી. એક સારા મેન્ટરનું માર્ગદર્શન તમને યોગ્ય દિશા બતાવી શકે છે. અનુભવી શિક્ષકોની મદદ લો જે તમારા ડાઉટ જલ્દી સોલ્વ કરી શકે, તમને પ્રેરણા આપી શકે અને તૈયારી માટે યોગ્ય રોડમેપ બનાવી શકે. આવા મેન્ટર તમને આત્મવિશ્વાસ વધારવામાં અને મહત્ત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

વધુ પડતો નહીં, સ્માર્ટ અભ્યાસ કરો

હવે સમગ્ર કોર્સને ફરીથી કવર કરવાનો સમય નથી. આ તબક્કે, ફક્ત એવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો જે વારંવાર પૂછવામાં આવે છે અથવા જેનું વેઇટેજ વધારે હોય છે. પાછલા વર્ષોના પ્રશ્નપત્રો જુઓ અને ટ્રેન્ડ એનાલિસિસ કરો. આ તમારા અભ્યાસને વધુ અસરકારક બનાવશે. ઓછામહત્ત્વપૂર્ણ ચેપ્ટર પર વધુ સમય બગાડવાની ભૂલ ન કરો.

ટેસ્ટ આપો, ભૂલો શોધો અને સુધારો કરો

ફક્ત મોક ટેસ્ટ લેવાનું પૂરતું નથી, સાચું કામ તેમાંથી શીખવાનું છે. દરેક ટેસ્ટ પછી, એનાલિસિસ કરો કે તમે ક્યાં ભૂલ કરી, તમે કયા કોન્સેપ્ટ સાથે મુશ્કેલી આવી. આ જાણ્યા બાદ રિવિઝન કરો. આ ફીડબેક લૂપ તમારી સ્પીડ અને એક્યુરેસી બંનેને સુધારશે. યાદ રાખો, JEE જેવી ટાઈમ-બાઉન્ડ પરીક્ષામાં આ બે બાબતો સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

ડેઈલી પ્લાનનું પાલન કરો

ટાઈમ મેનેજમેન્ટમાં ખામી ઘણીવાર તમારી મહેનતને બગાડે છે. તેથી, ડેઈલી સ્ટડી પ્લાન બનાવો. દરેક વિષય માટે એક નિશ્ચિત સમય સેટ કરો, જેમાં પ્રેક્ટિસ ટેસ્ટ અને રિવિઝનનો સમાવેશ થાય છે. થાક ટાળવા માટે શોર્ટ બ્રેક લો.

વિશ્વસનીય સ્ટડી મટીરીયલનો ઉપયોગ કરો

આ સમયે નવા પુસ્તકોમાંથી અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી. NCERT અને કેટલીક વિશ્વસનીય ક્વેશ્ચન બેંકો પૂરતી છે. ક્વિક રિવિઝન શીટ્સ અને નોટ્સનો ઉપયોગ કરીને કોન્સેપ્ટને વારંવાર રિપીટ કરો. ક્વોલિટી અભ્યાસ કવાંટિટી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.