Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for 3500 bumper apprentice posts in Canara Bank

Bank Job: Canara Bank માં 3500 એપ્રેન્ટિસ પદો માટે બમ્પર ભરતી, દર મહિને મળશે આટલું સ્ટાઇપેન્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bank Job: Canara Bank માં 3500 એપ્રેન્ટિસ પદો માટે બમ્પર ભરતી, દર મહિને મળશે આટલું સ્ટાઇપેન્ડ
સોર્સ : GSTV

કેનરા બેંકે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરવા માટે www.canarabank.bank.in પર જવું પડશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3500 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

App Store

બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ મોટા સમાચાર છે. કેનરા બેંકે બમ્પર પદો પર એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે. અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.canarabank.bank.in અથવા nats.education.gov.in પર જવું પડશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3500 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

યોગ્યતા:

1. અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈપણ વિષયમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
2. ઉમેદવારોની ન્યૂનતમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.
3. આરક્ષિત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.
4. ઉમેદવારોની વયની ગણતરી 1 સપ્ટેમ્બર 2025ના આધારે કરવામાં આવશે.
5. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાં ભરતી માટેની પાત્રતા અને શૈક્ષણિક યોગ્યતા ચોક્કસપણે તપાસી લે.

સ્ટાઇપેન્ડ:

ઉમેદવારોને દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

અરજી ફી:

SC/ST/PwBD કેટેગરી: મફત
અન્ય કેટેગરી: 600 રૂપિયા

આ રીતે અરજી કરો

1. સૌથી પહેલા તમારે ઓફિશિ્યલ વેબસાઇટ canarabank.bank.in પર જવું પડશે.
2. ત્યારબાદ તમારે હોમ પેજ પર આપેલા કરિયર લિંક પર ક્લિક કરવું પડશે.
3. તે પછી તમારે ભરતી લિંક પર ક્લિક કરવું પડશે.
4. હવે તમારે "Click here for New Registration" પર ક્લિક કરીને તમારી વિગતો ભરવાની રહેશે.
5. તે પછી તમારે અરજી ફોર્મ ભરવું પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
6. તે પછી તમારે અરજી ફોર્મ સબમિટ કરવું પડશે.
7. હવે તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.