Career: ગુજરાત સરકાર કરશે 2 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી, ગવર્મેન્ટે મંજૂર કર્યું 10 વર્ષનું ભરતી કેલેન્ડર

ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર જાહેર કર્યા છે. સરકારે 2023-2033ના 10 વર્ષના ભરતી કેલેન્ડરને મંજૂરી આપી છે, જેમાં વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, 55 કેડરને 23 કેડરમાં ભેળવી દેવામાં આવી છે, જેના પરિણામે 4500થી વધુ નવી જગ્યાઓ ઊભી થશે. જોકે, 2500થી વધુ જગ્યાઓ રદ્દ પણ કરવામાં આવશે.
વિભાગોમાં ભરતીની વિગતો:
ગૃહ વિભાગ: 43,389 જગ્યાઓ
શિક્ષણ વિભાગ: 94,353 જગ્યાઓ (સૌથી વધુ)
નાણાં વિભાગ: 3,407 જગ્યાઓ
મહેસૂલ વિભાગ: 4,909 જગ્યાઓ
માહિતી અને પ્રસારણ વિભાગ: 271 જગ્યાઓ
પંચાયત વિભાગ: 15,513 જગ્યાઓ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ: 625 જગ્યાઓ
વન અને પર્યાવરણ વિભાગ: 2,257 જગ્યાઓ
સામાન્ય વહીવટ વિભાગ: 1,320 જગ્યાઓ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: 11,612 જગ્યાઓ
કાયદા વિભાગ: 278 જગ્યાઓ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગ: 4,679 જગ્યાઓ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ: 1,074 જગ્યાઓ
સાયન્સ અને ટેકનોલોજી વિભાગ: 181 જગ્યાઓ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ: 1,229 જગ્યાઓ
આદિજાતિ વિભાગ: 743 જગ્યાઓ
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ: 142 જગ્યાઓ
ઊર્જા વિભાગ: 154 જગ્યાઓ
કૃષિ વિભાગ: 3,822 જગ્યાઓ
માર્ગ અને મકાન વિભાગ: 2,366 જગ્યાઓ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ: 956 જગ્યાઓ
શહેરી વિકાસ વિભાગ: 1,006 જગ્યાઓ
શ્રમ અને રોજગાર વિભાગ: 3,781 જગ્યાઓ
આ ભરતી કેલેન્ડરથી ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક રોડમેપ તૈયાર થયો છે, જે તેમની તૈયારીને વધુ સરળ બનાવશે.

