Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : BEL Recruitment for more than 300 post

JOB / BELમાં 300થી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી, આ ડિગ્રી ધરાવો છો તો ભરી લો ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
JOB / BELમાં 300થી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી, આ ડિગ્રી ધરાવો છો તો ભરી લો ફોર્મ
સોર્સ : GSTV

નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ પ્રોબેશનરી એન્જિનિયરની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BELની સત્તાવાર વેબસાઈટ, bel-india.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરવાની રહેશે.

App Store

ખાલી જગ્યાઓની વિગતો

આ ભરતી પ્રક્રિયા હેઠળ, સંસ્થા 340 જગ્યાઓ પર ભરવામાં આવશે.

  • પ્રોબેશનરી એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ) E-II ગ્રેડ: 175 જગ્યાઓ
  • પ્રોબેશનરી એન્જિનિયર (મિકેનિકલ) E-II ગ્રેડ: 109 જગ્યાઓ
  • પ્રોબેશનરી એન્જિનિયર (કોમ્પ્યુટર સાયન્સ) E-II ગ્રેડ: 42 જગ્યાઓ
  • પ્રોબેશનરી એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) E-II ગ્રેડ: 14 જગ્યાઓ

કોણ કરી શકે છે અરજી?

વિવિધ પ્રોબેશનરી એન્જિનિયર જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારો પાસે સંબંધિત શાખામાં ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. OBC માટે ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ અને SC અને ST માટે પાંચ વર્ષ સુધી છૂટ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ, સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી અને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભર્યા પછી તેને ચેક કરી અને અરજી ફી ભરી ફોર્મ સબમિટ કરો.
  • આ પછી, કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગીમાં શોર્ટલિસ્ટિંગ અને કમ્પ્યુટર-આધારિત પરીક્ષાનો સમાવેશ થશે. કમ્પ્યુટર-આધારિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બંને માટે લઘુત્તમ લાયકાત ગુણ જનરલ/OBC/EWSના ઉમેદવારો માટે 35% અને SC/ST/PwBD ઉમેદવારો માટે 30% છે.

પસંદગી કમ્પ્યુટર-આધારિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બંનેમાં ઉમેદવારના પ્રદર્શન પર આધારિત થશે. કમ્પ્યુટર-આધારિત પરીક્ષામાં 85 માર્ક્સનું વેઈટેજ છે, અને ઇન્ટરવ્યુમાં 15 માર્ક્સનું વેઈટેજ છે.

અરજી ફી

જનરલ/OBC/EWS કેટેગરીને ઉમેદવારો માટે અરજી ફી 1180 રૂપિયા છે. અરજી ફી, એકવાર ચૂકવ્યા પછી, કંપની/બેંક દ્વારા ઉમેદવારોને પરત નહીં કરવામાં આવે. અરજી ફી વગર ઉમેદવારોનું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. જ્યારે SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.