Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How much does private jet pilot earn

Career / પ્રાઈવેટ જેટ ઉડાવનાર પાયલોટનો કેટલો હોય છે પગાર? જાણો કઈ-કઈ ડિગ્રીની પડે છે જરૂર

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Career / પ્રાઈવેટ જેટ ઉડાવનાર પાયલોટનો કેટલો હોય છે પગાર? જાણો કઈ-કઈ ડિગ્રીની પડે છે જરૂર
સોર્સ : GSTV

હવેમાં ઉડવું એટલે કે પાયલોટ બનવું એ ઘણા લોકો માટે બાળપણનું સ્વપ્ન છે. જોકે, જે લોકો વિમાન ઉડાવવાનું સ્વપ્ન જુએ છે, તેમને ખરેખર તે પ્રાપ્ત કરવા માટે વર્ષોની સખત મહેનત અને ટ્રેનિંગની જરૂર પડે છે. આકાશમાં ઉડવું જેટલું રોમાંચક છે તેટલું જ તે જવાબદારી ભર્યું અને પડકારજનક છે. આ જ કારણ છે કે પાયલોટને વિશ્વના હાઈ પેઈંગ પ્રોફેશનમાંથી એક માનવામાં આવે છે. તો, ચાલો આજે અમે તમને જણાવીએ કે પ્રાઈવેટ જેટના પાયલોટ કેટલી કમાણી કરે છે અને પાયલોટ બનવા માટે કઈ ડિગ્રીઓ જરૂરી છે.

App Store

પાયલોટની ટ્રેનિંગ કેવી હોય છે?

પાયલોટ બનવાની શરૂઆત 12મા ધોરણથી થાય છે. ઉમેદવારોએ ફિઝીક્સ અને મેથ્સ સાથે 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. આ પછી, તેમણે DGCA દ્વારા માન્યતા પ્રાપ્ત ફ્લાઈંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. આ માટે લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે, ત્યારબાદ 200 કલાકની ફ્લાઈટ  ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારને કોમર્શિયલ પાયલોટ લાઈસન્સ આપવામાં આવે છે, જે તેમને એરલાઈન અથવા પ્રાઈવેટ એવિએશન કંપની માટે પાયલોટ તરીકે કામ કરવાની મંજૂરી આપે છે.

પાયલોટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે?

ભારતમાં પાયલોટ બનવાની સમગ્ર પ્રક્રિયામાં આશરે 35થી 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઉમેદવાર કયા કોર્ષનો અભ્યાસ કરે છે તેના પર આધાર રાખે છે. આ કોર્સમાં સ્ટુડન્ટ પ્રાઈવેટ લાઈસન્સ, પ્રાઈવેટ પાયલોટ લાઈસન્સ અથવા કોમર્શિયલ પાયલોટ લાઈસન્સનો સમાવેશ થાય છે. આ કોર્સ દરમિયાન, વિદ્યાર્થીઓ નેવિગેશન, એર રેગ્યુલેશન, હવામાનશાસ્ત્ર અને એરક્રાફ્ટ ઓપરેશન્સ સાથે જોડાયેલી ટ્રેનિંગ મેળવે છે.

પ્રાઈવેટ જેટ પાયલોટનો પગાર કેટલો હોય છે?

પ્રાઈવેટ જેટ પાયલોટને એરલાઈન પાયલોટ જેટલો જ અથવા ક્યારેક તેનાથી વધુ પગાર મળશે છે. ભારતમાં, પ્રાઈવેટ જેટ પાયલોટનો સરેરાશ પગાર દર મહિને 10થી15 લાખ રૂપિયા છે. અન્ય દેશોમાં, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં, જ્યાં પ્રશિક્ષિત પાયલોટની અછત છે, ત્યાં પ્રાઈવેટ જેટ પાયલોટનો પગાર વધુ હોઈ શકે છે.

પાયલોટ બનવા માટે કઈ ડિગ્રી જરૂરી છે?

  • વિદ્યાર્થી પાયલોટ લાઈસન્સ - એન્ટ્રી લેવલ ટ્રેનિંગ માટે.
  • પ્રાઈવેટ પાયલોટ લાઈસન્સ - પ્રાઈવેટ જેટ ઉડાવવાની પરવાનગી માટે.
  • કોમર્શિયલ પાયલોટ લાઈસન્સ - કોમર્શિયલ રીતે ઉડાન ભરવા માટે.

આ ઉપરાંત, પાયલોટ બનવા માટે, DGCA દ્વારા લેવામાં આવતી નેવિગેશન, હવામાનશાસ્ત્ર, એર રેગ્યુલેશન જેવી પરીક્ષાઓ પાસ કરવી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પાસ કરવું પણ જરૂરી છે.