BOBમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જલ્દી ભરી લો ફોર્મ

આજે 1 ઓક્ટોબર, બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદ માટે રસ ધરાવતા ઉમેદવારો કોઈ કારણોસર હજુ સુધી અરજી નથી કરી શક્યા, તેમને શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 1,100 પદો ભરવામાં આવશે.
સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદો માટે પાત્રતા માપદંડ
વેલ્થ એક્ઝિક્યુટિવ પદો માટે અરજી કરવા માટેની વય મર્યાદા 22થી 32 વર્ષ છે અને ક્રેડિટ એનાલિસ્ટ પદો માટે અરજી કરવા માટે વય મર્યાદા 21થી 33 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને વયમાં ખાસ છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથીગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.
અરજી ફી
આ પદો માટે અરજી કરવા માટેની અરજી ફી કેટેગરી પ્રમાણે બદલાય છે. જનરલ, EWSઅને OBC ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયા છે અને SC, ST અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં અંગ્રેજી, રિઝનીંગ, ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને જનરલ અવેરનેસ જેવા વિષયોમાંથી કુલ 120 માર્ક્સના 120 પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો છે. દરેક ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ માર્ક્સનું નેગેટિવ માર્કિંગ હશે. લેખિત પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન વિભાગ પર ક્લિક કરો.
- ત્યારબાદ, બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- બધી જરૂરી વિગતો દાખલ કર્યા પછી અરજી ફી ચૂકવો.
- છેલ્લે, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

