Video/ Surat ના માંડવીમાં વરરાજાનો શાહી વરઘોડો, રાજપૂત પરિવારે હાથી પર વરરાજાને ફેરવ્યો
સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એક લગ્ન પ્રસંગમાં વરરાજાનો અનોખો અને ભવ્
સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એક લગ્ન પ્રસંગમાં વરરાજાનો અનોખો અને ભવ્ય વરઘોડો જોવા મળ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે વરઘોડામાં વરરાજા ઘોડા પર નીકળતા હોય છે, પરંતુ અહીં રાજપૂત પરિવારે પોતાના પુત્રનો વરઘોડો હાથી પર કાઢીને ભવ્ય શાહી પરંપરાને જીવંત કરી હતી.
ક્ષત્રિય સંસ્કૃતિ અને શાહી પરંપરાનો હેતુ
ક્ષત્રિય સમાજની ભવ્ય સંસ્કૃતિ અને શાહી પરંપરાને જીવંત રાખવાના મુખ્ય હેતુસર આ અનોખી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઓલપાડના પરિયા ગામના મહિડા પરિવાર માંડવી ખાતે જાન લઈને આવ્યા હતા. પરંપરાગત પોશાકમાં સજ્જ વરરાજા જ્યારે હાથી પર સવાર થઈને નીકળ્યા, ત્યારે આ દ્રશ્ય જોવા માટે રસ્તા પર લોકોની ભીડ જામી હતી. આ અનોખા વરઘોડાએ માત્ર લગ્નના પ્રસંગને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને રાજવી અને સાંસ્કૃતિક માહોલથી ભરી દીધો હતો.






