Surat news: યુવકનું પતંગની ઘાતક દોરીથી ગળું કપાયું, ગંભીર ઈજા થતાં મોત
સુરતમાં એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું છે. દોરી યુવકના ગળામાં

સુરતમાં એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું છે. દોરી યુવકના ગળામાં ફસાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળેથી બે યુવકો આ ઈજાગ્રસ્ત શખ્સને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ પાછળ બન્યો બનાવ
ઉત્તરાયણને હજી દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે રાજ્યમાં પતંગના દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે જ 45 વર્ષીય પશુપતિસિંહ નામના યુવકનું પતંગની ઘાતક દોરીથી ગળું કપાતા ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. દોરી યુવકના ગળામાં ફસાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.




