મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી યુવાને ઝંપલાવ્યું, પરિસરમાં જ મોત

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયા

Surat news: લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી યુવાને ઝંપલાવ્યું, પરિસરમાં જ મોત

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજાા માળે ચઢી જઈ ત્યાંથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. 

પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો 

મળતી માહિતી અનુસાર ત્રીજા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો

આ સમાચાર શેર કરો