VIDEO: સુરેન્દ્રનગરના લીંબડીમાં જર્જરીત ઈમારતની છત ધરાશાયી, એકનું મોત તો અન્ય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગુજરાતના સુરેન્દ્રનગરના લીંબડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે લીંબડ
ગુજરાતના સુરેન્દ્રનગરના લીંબડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે લીંબડીની જૂની સોસાયટી વિસ્તારમાં જર્જરિત ઈમારતની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.મહિલાઓ બેઠી હતી તે દરમિયાન જર્જરિત ઇમારતની છત નીચે પડી હતી
કાટમાળનીચે બે મહિલાઓ દટાઈ
કાટમાળ નીચે બન્ને મહિલાઓ દટાઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું અને અન્ય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
એક મહિલાનું દુર્ઘટનામાં મોત
ચોમાસામાં જર્જરીત ઇમારતો ઉતારી લેવા માટે તંત્રની સૂચના છતાં પાલન ન થતા આ પ્રકારની ઘટના બની રહી છે. મૃતક મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.






