મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Rajkot આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય! લગ્ન અને સામાજિક પ્રસંગોના ખર્ચ પર કડક નિયંત્રણ લાવતો ઠરાવ પસાર

Video: Revolutionary decision of Rajkot Ahir community! resolution passed | રાજકોટ ખાતે વસતા હાલર પંથકના આહિર સમાજે સમાજ સુધારણાની દિશામાં એક ઐતિહાસિક પગલું

રાજકોટ ખાતે વસતા હાલર પંથકના આહિર સમાજે સમાજ સુધારણાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500 થી વધુ પરિવારોની હાજરીમાં, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે.

આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દેખા-દેખીના ખર્ચાઓ ઘટાડીને સામાન્ય પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો છે.

ઠરાવમાં લેવાયેલા મુખ્ય 13 ક્રાંતિકારી નિર્ણયો

હાલર પંથકના આહિર સમાજ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં લગ્ન સહિતના પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકતા નીચે મુજબના મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે:

ક્રમ પ્રસંગ/રસમ લેવાયેલો મુખ્ય નિર્ણય
1. સોનાના દાગીના (વર પક્ષ) વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં.
2. સોનાના દાગીના (કન્યાદાન) દીકરીના માતા-પિતાએ વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
3. મામેરામાં રોકડ મામેરામાં ₹11,000 /- (અગિયાર હજાર) થી વધારે રકમ આપવી નહીં.
4. પ્રિ-વેડિંગ લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી.
5. કંકુ પગલાં કંકુ પગલાં પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી.
6. લાડવા જમણવાર લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, માત્ર બહેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો.
7. માઠાપ્રસંગે જમણવાર માઠાપ્રસંગે જમણવાર માત્ર ઘર તથા બહેન-દીકરી પૂરતો જ કરવો.
8. ફુલેકું/દાંડિયારાસ/વરઘોડો લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં (ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન) પૈસા ઉડાડવા નહીં.
9. કંકોત્રી/વાના રસમ કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં (માત્ર કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું).
10. ફટાકડા કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.
11. શ્રાદ્ધ-પાયસમ શ્રાદ્ધ-પાયસમના જમણવાર ઘર પૂરતું રાખવું.
12. શ્રીમંત-દીકરી વદામણાં ડેકોરેશન કરવું નહીં અને યેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.
13. પૈસા પાછા વાળવા કોઈપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
14. દાંડિયારાસ વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (જો વર-કન્યા બંને પક્ષનો પ્રસંગ સાથે હોય તો લાગુ નહીં પડે)

નિયમભંગ બદલ કડક સજા

આ ઠરાવની ગંભીરતા જાળવવા માટે સમાજે નિયમભંગ કરનારાઓ માટે સજાની પણ જોગવાઈ કરી છે.

  • દંડ: ઠરાવ મુજબ, જો કોઈ કુટુંબ આ નિયમોનો ભંગ કરશે તો તેમને રૂપિયા 1  લાખનો દંડ ફટકારવામાં આવશે.

  • સમાજમાંથી દૂર: જો કુટુંબ દંડ નહીં ભરે તો તેમણે જાહેરમાં માફી માગવાની રહેશે અને તે કુટુંબને સમાજમાંથી દૂર કરવામાં આવશે.

સમાજ અગ્રણી વિજયભાઈ આહીરના જણાવ્યા અનુસાર, આ નિર્ણય આહિર સમાજને આર્થિક અને સામાજિક રીતે વધુ મજબૂત બનાવશે અને બિનજરૂરી ખર્ચાઓમાંથી મુક્તિ અપાવશે.

આ સમાચાર શેર કરો