Rajkot news: રિલની ઘેલછામાં 5 યુવાનનું જીવનાં જોખમે દુર્ગમ માર્ગે ગિરનાર પર કર્યું ચઢાણ, પોલીસ અને વનવિભાગે કરી સખ્ત કાર્યવાહી
ગિરનાર પર્વતના પગથિયાના બદલે દુર્ગમ સ્થળેથી પથ્થર પર થઈ ગિરનાર ચડતા યુવાનોનો વ

ગિરનાર પર્વતના પગથિયાના બદલે દુર્ગમ સ્થળેથી પથ્થર પર થઈ ગિરનાર ચડતા યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો, જેના આધારે રાજકોટના ચાર સહિત પાંચ યુવાનોને પકડી પાડી વનવિભાગે તેમને બે-બે હજારનો દંડ ફટકાર્યો હતો. આ દુર્ગમ સ્થળેથી ગિરનાર ચડવો એ જોખમને આમંત્રણ આપવા સમાન છે છતાં રિલ્સના ચક્કરમાં અનેક યુવાનો આ જોખમ વ્હોરે છે.
ગિરનાર ચડતા હોવાનો વિડીયો વાયરલ થયો હ
આ અંગેની વધુ વિગત મુજબ ગિરનાર પર્વત પર અમુક યુવાનો પગથિયાના બદલે દુર્ગમ સ્થળે આવેલા પથ્થર પર થઈ ગિરનાર ચડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. થોડા સમય પહેલા થયેલા વરસાદના કારણે પથ્થર પર શેવાળના કારણે ચિકાશ થઈ ગઈ છે છતાં આ યુવાનોએ દુર્ગમ સ્થળે થઈ ગિરનાર પર ચડવાનું જોખમ લીધું હતું. તા.૨ના બનેલા આ યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબત ધ્યાનમાં આવતા વનવિભાગે રિલ્સના રહેલા નંબર પર સંપર્ક કરી રાજકોટના શિવમ શિયાળ, ધરમ ચૌહાણ, હરેશ રાજાણી, બીજલ થાપા અને મહુવાના વિશાલ બાંભણીયાને બોલાવી તેની પૂછપરછ કરી હતી.
જેમાં આ યુવાનોએ વેલનાથ જગ્યા નજીકથી કેડી રસ્તે થઈ આ દુર્ગમ સ્થળે થઈ પર્વત પર ચડતા હોવાની અને વીડિયો પોતે જ ઉતાર્યો હોવાની કબૂલાત આપી હતી. વનવિભાગે આ જોખમી કૃત્ય બદલ પાંચેય યુવાનોને બે-બે હજાર મળી કુલ દસ હજારનો દંડ ફટકાર્યો હતો. વનવિભાગે જંગલ કે ગિરનાર પગથિયા સિવાયના વિસ્તારમાં થઈ પર્વત પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે છતાં રિલ્સના ચક્કરમાં અમુક યુવાનો આવા દુ:સાહસ કરી પોતાનો જીવ જોખમમાં મુકે છે.






