મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ દુપટ્ટાથી ગળું દબાવી કાવતરાપૂર્વક હત્યા: Vadodara માં સગી બહેન જ બની હત્યારી

Video/ Real sister becomes murderer in Vadodara | વડોદરાના અંકોડિયા ગામની સીમમાં મળી આવેલી અજાણી મહિલાની હત્યાનો ભેદ વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉ

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં મળી આવેલી અજાણી મહિલાની હત્યાનો ભેદ વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યાના ગુનામાં મૃતક અજીજાબાનું દીવાનની સગી બહેન ફિરોઝા બાનું અને તેના પ્રેમી રમીઝ રાજાની ધરપકડ કરી છે.

હત્યાનું કારણ: 40 લાખનો વીમો

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ગોરવા વિસ્તારની રહેવાસી મૃતક અઝીઝાબાનુના નામે ₹40 લાખનો વીમો પકાવવાના લોભે તેની બહેન ફિરોઝાબાનુ અને તેના પ્રેમી રમીઝ રાજાએ આ ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું હતું.

કેવી રીતે ઉકેલાયો ભેદ?

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. શરૂઆતમાં પ્રેમી રમીઝ રાજાએ કબૂલાત નહોતી કરી, પરંતુ કડક પુછપરછમાં તે ભાંગી પડ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે રમીઝ અને ફિરોઝાએ મૃતક અજીઝાને ટુ-વ્હીલર પર લઈ જઈ દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી હતી.

એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની સંયુક્ત કામગીરીથી 'ઓપરેશન પરાક્રમ' હેઠળ પોલીસે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ સમાચાર શેર કરો