VIDEO: માવઠાની આગાહીને પગલે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ એલર્ટ, ખાસ જાહેરાત કરાઈ
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડન
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો સંપૂર્ણપણે સતર્ક બન્યા છે. હાલ યાર્ડમાં ખરીફ અને શિયાળુ પાક જેવા કે મગફળી, ઘઉં, જીરું, લસણ અને સોયાબીન સહિત ઉનાળુ મગફળી અને તલની ભારે આવક થઈ રહી છે. ખેડૂતોની આ કિંમતી જણસ વરસાદમાં ન પલળે તે માટે યાર્ડ પ્રશાસન દ્વારા તમામ માલ સુરક્ષિત શેડમાં જ ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત રાખવા માટે ખાસ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે. યાર્ડના ચેરમેને ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે ખેતરમાં કાપેલો કે ખુલ્લામાં પડેલો પાક તાકીદે સુરક્ષિત સ્થળે ખસેડી લેવો જેથી આર્થિક નુકસાનીથી બચી શકાય.




