VIDEO: રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિવાદ વકર્યો, વિરોધ કરનારા સામાજિક આગેવાનને મળી ધમકી
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી ૫, ૬ અને ૭ જૂને દિવ્ય દરબાર યોજાય


રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી ૫, ૬ અને ૭ જૂને દિવ્ય દરબાર યોજાય તે પહેલાં મોટો વિવાદ સર્જાયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલ ઉઠાવનાર પુરુષોત્તમ પીપળીયાને અજાણ્યા શખ્સો દ્વારા ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. આ ધમકીના જવાબમાં પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વળતો પ્રહાર કર્યો છે. દરબાર યોજાય તે પૂર્વે જ શરૂ થયેલો આ વિવાદ અને ધમકીના મામલાએ રાજકોટમાં ભારે ગરમાવો લાવી દીધો છે. પોલીસ અને સ્થાનિક તંત્ર આ મામલે સતર્ક બન્યું છે.




