VIDEO : જસદણમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વચ્ચે મારામારી, CCTV ફૂટેજ સામે આવ્યા
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ક

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. કોઈ જૂની અદાવતને લઈને બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને પક્ષો વચ્ચે થયેલી તકરારના દૃશ્યો કેદ થયા છે. બનાવને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. બંને પક્ષો દ્વારા એકબીજા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ પણ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




