VIDEO: જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈ શિક્ષણ જગતમાં વિરોધ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકોને અગ્રતા આપવાની પદ્ધતિ સામ


રાજકોટ જિલ્લાના જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકોને અગ્રતા આપવાની પદ્ધતિ સામે શિક્ષણ જગતમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97માંથી 90 શિક્ષકોને ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
સંઘની માંગ છે કે અન્ય સરકારી કચેરીઓમાં કર્મચારીઓને પણ આ જવાબદારી સોંપવી જોઈએ અને શિક્ષણ કાર્યમાં અવરોધ ન આવે તે માટે 50 ટકા શિક્ષકોને મુક્તિ આપવામાં આવે. વહીવટી તંત્રે ચર્ચા કરીને જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનું કહ્યું છે. માંગણીઓ પૂરી નહીં થાય તો શિક્ષકો ધરણા પર ઉતરશે.




