મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગુણવત્તા વગરનું કામ નહીં ચાલે! સાંઢીયા પુલની કામગીરી મુદ્દે તંત્ર સતર્ક

રાજકોટ શહેરના સાંઢીયા પુલની કામગીરીનું નિરીક્ષણ કરવ

રાજકોટ શહેરના સાંઢીયા પુલની કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન પુલના બાંધકામમાં કેટલીક ત્રુટીઓ નજરે પડતાં મેયરે સંબંધિત અધિકારીઓને ખખડાવ્યા હતા. ખાસ કરીને પુલની પારીનું બાંધકામ ફિનિશિંગ વિના કરવામાં આવ્યું હોવાનું તેમજ પુલ પર કરવામાં આવેલ ડામર રોડની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. મેયરે અધિકારીઓને તાત્કાલિક જરૂરી સુધારા કરવાની અને કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની સૂચના આપી હતી. શહેરના મહત્વના પુલની કામગીરીને લઈને હવે તંત્ર વધુ સતર્ક બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો