મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીના જેમલગઢથી આલિયાઘોડા જવા માટે ગ્રામજનોએ કરી પુલની માંગ, લોકોને પડી રહી છે હાલાકી

નસવાડી તાલુકાના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તા ઉપર લૉ લેવલનો કોઝ વે તૂટેલ

નસવાડી તાલુકાના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તા ઉપર લૉ લેવલનો કોઝ વે તૂટેલી હાલત છે. ગ્રામજનો વર્ષોથી અહીં પુલની માંગ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ રજૂઆત ના સાંભળતા સ્થાનિકોમાં ભારે અસંતોષ છે. તંત્રને જગાડવા ગ્રામજનોએ કોઝવે ઉપર આવીને સૂત્રોચાર કર્યા. આલિયાઘોડા ફળિયામાં 400 થી વધુ લોકો રહે છે.

આલિયાઘોડા ફળીયામાં જવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો છે. તેમાં ગામ પાસે લો લેવલનો કોઝવે છે, જે ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. ખાસ કરીને ચોમાસામાં કોઝવે ઉપર પાણી ફરી વળે છે. 

શાળાએ જવા-આવવા ભારે હાલાકી વેઠવી પડે છે

સ્થાનિકો કામે જવા-આવવા ઉપરાંત વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા-આવવા ભારે હાલાકી વેઠવી પડે છે. અને કલાકો સુધી રોકાઈ રહેવું પડે છે. પશુપાલકો પણ ડેરીમાં સમયસર દૂધ પહોંચાડી શકતા નથી. અધિકારીઓ વાત સાંભળતા નથી. નેતાઓ વાયદો આપીને જતા રહે છે. ત્યારે હવે ગ્રામજનોમાં અહીં પુલ બનાવવાની માગ પ્રબળ બની છે. 

આ સમાચાર શેર કરો