મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:શ્રીમંતો ગરીબ બાળકોનો હક છીનવે છે!

રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને એક પત્ર લખીને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ થતા પ્રવે

રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને એક પત્ર લખીને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ થતા પ્રવેશ અને તેની ફી બાબતે મહત્વની રજૂઆતો કરવામાં આવી છે. સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે અનેક સક્ષમ પરિવારો પણ ગરીબ બાળકોના હક છીનવીને RTE હેઠળ પ્રવેશ મેળવી રહ્યા છે, જેનાથી જરૂરિયાતમંદોને અન્યાય થઈ રહ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે વર્ષ 2019ના હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર દ્વારા વિદ્યાર્થીઓની બાકી ફીની ચૂકવણી કરવામાં આવે. શ્રીમંત પરિવારો દ્વારા લેવાતા આ અયોગ્ય લાભ અને ફીના પડતર પ્રશ્નોને લઈને શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો