મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે, RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના

 અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે, RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ વર્ષે અમદાવાદમાં કુલ 38 હજાર 334 જેટલા ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 હજાર 622 જેટલાં વિદ્યાર્થીઓને શાળાઓમાં સીટ ફાળવવામાં આવી છે. સીટ મેળવનાર આ તમામ વિદ્યાર્થીઓએ આગામી 12 તારીખ સુધીમાં પ્રવેશ લેવાનો રહેશે. ત્યારબાદ 12 તારીખ પછી ખાલી રહેલી સીટો પર બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે...વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે કે, શાળાઓ દ્વારા વધારાના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આ અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શાળાઓએ માત્ર ફોર્મમાં ભરેલી વિગતો જ ચકાસવાની રહેશે અને કોઈ વધારાના ડોક્યુમેન્ટ માંગવાના નથી.   

આ સમાચાર શેર કરો