મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RTE પ્રવેશ 2026: આજે પ્રથમ રાઉન્ડની ફાળવણી; 1.85 લાખ અરજીઓ માન્ય, 56 હજાર ફોર્મ રદ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારની કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામ

RTE પ્રવેશ 2026: આજે પ્રથમ રાઉન્ડની ફાળવણી; 1.85 લાખ અરજીઓ માન્ય, 56 હજાર ફોર્મ રદ
આ સમાચાર સાંભળો

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારની કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં કુલ 242500 અરજીઓમાંથી 56 હજાર જેટલી અરજીઓ નામંજૂર કે રદ થઈ છે. જ્યારે 1.85 લાખથી વધુ અરજીઓ મંજૂર કરાઈ છે. આજે (ચોથી મે) પ્રથમ રાઉન્ડનીં પ્રવેશ ફાળવણી જાહેર કરાશે.

પ્રવેશના ત્રણ જેટલા રાઉન્ડ થશે

રાજ્યની ખાનગી સ્કૂલોની ધોરણ 1માં 25 ટકા બેઠકો પર ઓરટીઈ હેઠળ વિનામૂલ્યે મેરિટ-કેટેગરી અને માપદંડો મુજબ પ્રવેશ અપાય છે. આ માટે સરકારની આ વર્ષની કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં 242500 વાલીએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું જેમાંથી 2034 વાલીની અરજી અધુરા ડોક્યુમેન્ટ 54588 અરજી કે અન્ય કારણોસર જિક્ટ મેઈ છે. જ્યારે છે અને કુલ 185878 વાલીઓની અરજી મંજૂર કરાઈ છે.

આ વર્ષે આરટીઈ હેઠળ રાજ્યની 9500થી વધુ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો મુજબ કુલ 83687 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41063, અંગ્રેજી માધ્યમની 40077, હિન્દી માધ્યમની 2226, ઓડિયાની 144, મરાઠી માધ્યમની 118  અને ઉર્દુમાં 59 બેઠકો છે. જ્યારે 56 સ્કૂલો બે પાળીમાં ચાલતી હોય તેવી છે. આજથી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. જેમાં વાલીને ઓનલાઈન પ્રવેશ કઈ સ્કૂલમાં મળ્યો છે તેની જાણ થશે. ત્યારબાદ વાલીએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

આ સમાચાર શેર કરો