VIDEO/ Ahmedabad: એસ.જી હાઈવે પર જીવલેણ અકસ્માત, બેરિકેટના પતરા પડતા રિક્ષામાં બેઠેલા મુસાફરનું કમકમાટીભર્યું મોત
અમદાવાદના એસ.જી. હાઇવે પર YMCA ક્લબ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રિજ

અમદાવાદના એસ.જી. હાઇવે પર YMCA ક્લબ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રિજના કામકાજને કારણે મુકાયેલા ડાયવર્ઝન બેરિકેટના પતરા અચાનક ચાલુ રિક્ષા પર પડતાં આ કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં બેઠેલા એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
જાણવા મળતી વિગતો અનુસાર, રિક્ષામાં બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકો સવાર હતા. અન્ય ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને બેદરકારી અંગે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



