VIDEO: મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો: દોષિત તબીબો પર તવાઈ
સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરી છે. 18 જ


સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરી છે. 18 જૂને સાંજે 5 વાગ્યે શરૂ થયેલી કમિટીની બેઠક 19 જૂને વહેલી સવારે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન ઓર્થોપેડિક વિભાગના વિવિધ વર્ષના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સપોર્ટ સ્ટાફના નિવેદનો તેમજ દસ્તાવેજી પુરાવાઓ લેવામાં આવ્યા હતા. તપાસ બાદ ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજાને બે વર્ષ માટે, જ્યારે ડૉ. પ્રવીણ વર્મા, ડૉ. અમન વર્મા અને ડૉ. વિશાલ ડાભીને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી બરતરફ કરાયા છે. ડૉ. ધર્મેન્દ્ર દયાલ અને ડૉ. જયંત દેવાણીને છ મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓના હોસ્પિટલ પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકાયો છે.




