VIDEO : ભાવનગર મેડિકલ કોલેજ ફરી રેગિંગના વિવાદમાં સપડાઈ
ભાવનગર મેડિકલ કોલેજ ફરી રેગિંગના વિવાદમાં સપડાઈ છે. સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થ

ભાવનગર મેડિકલ કોલેજ ફરી રેગિંગના વિવાદમાં સપડાઈ છે. સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના 6 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો દ્વારા 13 જુનિયર રેસિડન્ટ ડોક્ટરોને તાલિબાની રેગિંગનો આક્ષેપ સામે આવ્યો છે.પીડિત જુનિયર ડોક્ટરોએ આરોપ લગાવ્યો છે કે સિનિયરો તેમને દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા, દારૂ મંગાવતા, આખી રાત એક પગે ઊભા રાખતા અને એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન પહેરવા દેતા ન હતા. જમવા-સુવાનો સમય પણ આપવામાં આવતો ન હતો.પીડિતોએ લિખિત ફરિયાદ નોંધાવીને દોષિત વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે. ગયા વર્ષે પણ આ જ વિભાગમાં રેગિંગની ઘટના બની હતી.




