મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ટેટ પરીક્ષાના નિર્ણય સામે ભાવનગરમાં શિક્ષકોનો વિરોધ: ૧૦૦૦થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતર્યા

ભાવનગરમાં TET પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયના વિ

ભાવનગરમાં TET પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લા, શહેર અને મહાનગરપાલિકાના આશરે એક હજાર જેટલા શિક્ષકો એકત્રિત થયા હતા. શિક્ષકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકો માટે TET ફરજિયાત બનાવવાનો નિર્ણય અન્યાયપૂર્ણ છે. સંઘે આગામી સંસદના ચોમાસુ સત્રમાં કાયદાકીય સુધારો કરી આ જોગવાઈ રદ કરવાની માંગ કરી છે. માંગણીઓ ન સંતોષાય તો વિધાનસભા અને સંસદ સત્ર દરમિયાન આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો